< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
સંઘસોમ [ઈ.૧૬૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિશાલસોમસૂરિના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૪૭/સં.૧૭૦૩, ભાદરવા સુદ ૪)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]