ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સદારુચિ ગણિ


સદારુચિ(ગણિ) [ઈ.૧૭૧૦માં હયાત] : જૈન સાધુ. પુણ્યરુચિની પરંપરામાં નિત્યરુચિના શિષ્ય. ‘સંગ્રહણીપ્રકરણ ઉપર સ્તબક’ (ર.ઈ.૧૭૧૦, સ્વહસ્તાક્ષરવાળી પ્રત)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]