ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સવરાજ
Jump to navigation
Jump to search
સવરાજ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના શ્રાવક કવિ. પિતાનામ હરખા. વતન સાયલા. દીક્ષા ઈ.૧૮૦૯/સં.૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હસ્તે લીધેલી. ૫૨ કડીના ‘મૂલીબાઈના બારમાસ’ (ર.ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, માગશર સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ; ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]