ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સાધુહંસ-૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાધુહંસ-૨ [ઈ.૧૪૯૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સંઘરતનસૂરિની પરંપરામાં આણંદમુનિના શિષ્ય. ૬૦૬/૬૦૭ કડીની ‘મુનિપતિરાજર્ષિ-રાસ/મણિપતિ-રાસ’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ-૭, રવિવાર)ના કર્તા. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન (સૂરિ), બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]