સુંદર-૪ [ઈ.૧૭૩૫માં હયાત] : જૈન સાધુ. ૧૫ કડીની ‘નેમરાજુલની નવભવ-સઝાય’ (ર.ઈ.૧૭૩૫; મુ.)ના કર્તા.
‘જૈન ગૂર્જર કવિઓ’ કવિને લોંકાગચ્છના હોવાનું જણાવે છે પરંતુ મુદ્રિત કૃતિમાં ગચ્છનામ મળતું નથી.
કૃતિ : જૈસસંગ્રહ(ન).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. લીંહસૂચી. [કી.જો.]