ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિવર્ધન

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિવર્ધન [ઈ.૧૮૨૩માં હયાત] : જૈન સાધુ. વિનીતસુંદરના શિષ્ય. ‘સપ્તતિકા ષષ્ઠકર્મ ગ્રંથયંત્ર’ (ર.ઈ.૧૮૨૩) તથા ‘પ્રથમ-કર્મગ્રંથયંત્ર’, ‘જીવવિચારયંત્ર’ તેમ જ ‘નવતત્ત્વયંત્ર’ના કર્તા. આ કૃતિઓમાં કોઈક નામભેદે એક જ હોવાની સંભાવના છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહી શકાય એમ નથી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]