ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસુંદર સૂરિ શિષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુમતિસુંદર(સૂરિ)શિષ્ય [ ] : તપગચ્છના જૈન સાધુ. ૩૭ કડીની, તેમાં ઉપયોગમાં લેવાયેલાં રાસ, અઢૈઉ, આંદોલા વગેરે દેશીઓ તથા માલિની, શાર્દૂલવિક્રીડિત, ગીતિકા એ સંસ્કૃત વૃત્તોને લીધે ચિત્તાકર્ષક બનતી ‘સુમતિસુંદરસૂરિ રાજાધિરાજ રસસાગર-ફાગુ’(મુ.)ની રચના તેમણે કરી છે. કૃતિ : પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો, સં. કાંતિલાલ બ. વ્યાસ, ૧૯૫૫. સંદર્ભ : સંબોધિ, એપ્રિલ ૧૯૮૧, જાન્યુ ૧૯૮૨, ‘કયા સુમતિસુંદરસૂરિ ઔર સુમતિસાધુસૂરિ એક હૈં?’, અગરચંદ નાહટા.[કી.જો.]