ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમવિમલ સૂરિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સોમવિમલ(સૂરિ) : આ નામે કોશા અને સ્થૂલિભદ્રનો સંવાદ નિરૂપતી ૧૫ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય’(મુ.), ૮ કડીની ‘આત્મહિત-સઝાય’, ૨૬ કડીની ‘ગજસુકુમાલ-સઝાય’ (લે.ઈ.૧૬૩૫) તથા ‘સ્વપ્નાધ્યાય’ મળે છે. તેમના કર્તા કયા સોમવિમલ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો;  ૨. ડિકૅટલૉગભાવિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]