ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સોમસુંદર સૂરિ શિષ્ય
સોમસુંદર(સૂરિ) શિષ્ય : આ નામે ૩૬ કડીની ‘વસ્તુ’ અને ‘ઠવણિ’ કે ‘ભાષા’ નામક ખંડોમાં ગ્રથિત ‘સમવસરણવિચાર-સ્તવન’(મુ.), ૨૨ કડીની ‘અતીત અનાગત-વર્તમાન ચોવીસ જિન-સ્તવન’, ૧૫ કડીનું ‘નવકાર મહામંત્ર-ગીત’(મુ.), ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’, ૪૫ કડીની ‘દેવદ્રવ્યપરિહાર-ચોપાઈ’(મુ.), ૧૦ કડીની ‘સોમસુંદરસૂરિ-સઝાય’ ‘અંગફુરકે ઉસકી-ચોપાઈ’(મુ.), ૧૪ કડીની ‘ધરણવિહાર-સ્તોત્ર’, ૧૦ કડીનું ‘ચતુર્મુખ-ગીત’, ૧૫ કડીનું ‘જીવદયાકુલં-સઝાય’, ૭૫૧ ગ્રંથાગ્રનો ‘નવતત્ત્વપ્રકરણ-બાલાબોધ’, ૧૦૧૦ ગ્રંથાગ્રનો ‘પિંડવિશુદ્ધિ’ ૫૨ બાલાવબોધ-એ કૃતિઓ મળે છે. તેમના કર્તા કયા સોમસુંદરસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. કૃતિ : ૧. જૈન પ્રાચીન પૂર્વાચાર્યોવિરચિત સ્તવન સંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯; ૨. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધિ, ઈ.૧૯૧૬; ૩. જૈનયુગ, અષાઢ-શ્રવાણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો’, મોહનલાલ દ. દેશાઈ; ૪. જૈન સત્યપ્રકાશ, ઑગસ્ટ ૧૯૪૫-‘દેવદ્રવ્ય પરિહાર-ચોપાઈ’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ. ઈ.૧૯૭૮; ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. કેટલૉગગુરા; ૪. જૈગૂકવિઓ : ૩(૧,૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાવિ; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]