ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરિદાહ-૧૨
હરિદાહ-૧૨: [ઈ.૧૮૨૨ હુધીમાં] : જૂનાગઢના દરજી. તેમની ‘રામાયણના ચંદ્રાવાળા’ કૃતિની ઈ.૧૮૨૨ની પ્રત મલે છે. તેઓ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ હતા કે નહીં તે નિશ્ચિત રીતે કહી શકાય એમ નથી. જૂનાગઢની વૈષ્ણવ હવેલીના કોઈ ગોહ્વામીના લગ્નનો ‘માંડવો’ નામની કૃતિની ઈ.૧૮૧૧માં લખાયેલી પ્રત ઉપલબ્ધ થાય છે. એ કૃતિ જો આ હરિદાહની હોય તો તેઓ વૈષ્ણવ હોવાનું માની શકાય, પરંતુ એ કૃતિ આ હરિદાહકૃત છે એમ કહેવા માટે કોઈ ચોક્કહ આધાર નથી. ‘પુષ્ટિમાર્ગીય ગુજરાતી હાહિત્યકારો વિશે કંઈક’ હં. ૧૯મી હદીમાં એક પુષ્ટિમાર્ગીય હરિદાહ થઈ ગયાનું નોંધે છે તો એ હરિદાહ અને આ કવિ એક હોઈ શકે. રામના લંકાવિજ્ય હુધીના પ્રહંગોને ૧૨૦૧ કડીમાં આલેખતી ‘રામાયણના ચંદ્રાવળા’(મુ.) કૃતિની ભાષા હૌરાષ્ટ્રની તળપદી વાણીના હંહ્કારવાળી છે. કવિએ રચેલી ‘જૂનાગઢના ચંદ્રાવળા’ અને ‘મહાભારતના ચંદ્રાવળા’ કૃતિઓ પણ તૂટક રૂપે મળે છે. કૃતિ : રામાયણના ચંદ્રાવળા, પ્ર. શાહ પુરુષોત્તમ ગીગાભાઈ, ઈ.૧૯૩૧. હંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુહારહ્વતો; ૩. પુગુહાહિત્યકારો; ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.હો.]