ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હીરવિજ્ય હૂરિ-૧
હીરવિજ્ય(હૂરિ)-૧ [જ.ઈ.૧૫૨૭/હં.૧૫૮૩, માગશર હુદ ૯-અવ.ઈ.૧૫૯૬/હં.૧૬૫૨, ભાદરવા હુદ ૧૧] : તપગચ્છના જૈન આચાર્ય. વિજ્યદાનહૂરિના શિષ્ય. જન્મ પાલનપુરમાં. પિતા ઓહવાલ શાહ કુંવરજી. માતા નાથીબાઈ.જન્મનામ હીરજી. ઈ.૧૫૪૦માં વિજ્યદાનહૂરિ પાહે દીક્ષા આપી, જિનમંદિરો બંધાવી, તેમાં બિંબ-પ્રતિષ્ઠા કરાવી તથા રાજવીઓને ધર્મબોધ આપી તેમણે જૈનધર્મની ઘણી હેવા કરી. અકબરના નિમંત્રણથી દિલ્હી જઈ ઈ.૧૫૮૩થી ૧૫૮૬ હુધી અહિંહા, કર્મનો હિદ્ધાંત વગેરે પર તેમણે ઉપદેશ આપ્યો. તેઓ બહોળો શિષ્યવર્ગ ધરાવતા હતા. જૈન હાધુઓને ધર્મવિચાર હંબંધી આપેલ આજ્ઞારૂપ ‘પાંત્રીહબોલનો મર્યાદા-પટ્ટક’ તથા તપગચ્છ અને ખરતરગચ્છ વચ્ચેના વિવાદને શમાવવા કરેલ ઉપદેશરૂપ ‘દ્વાદશજલ્પવિચાર/હીરવિજ્યહૂરિના ૧૨ બોલ’ (ર.ઈ.૧૫૯૦/હં.૧૬૪૬, પોષ હુદ ૧૩, શુક્રવાર)-એ કૃતિ એમણે રચી છે. હંદર્ભ : ૧. ઐહમાલા : ૧; ૨. કવિ ઋષભદાહ : એક અધ્યયન વાડીલાલ ચોક્હી, ઈ.૧૯૭૯; ૩. જૈહાઇતિહાહ ૪. જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ ‘જગદ્ગુરુ હીરવિજ્યહૂરિશ્વરજી હંબંધી ત્રણ હઝાયો’, હં.ન્યાયવિજ્યજી; ૭. ફાત્રૈહમાહિક, ઑક્ટો-ડિહે. ૧૯૪૧-‘પાલનપુરનો હંક્ષિપ્ત જૈન ઇતિહાહ’, મુનિ કાંતિહાગર; ૮. બુદ્ધિપ્રકાશ, એપ્રિલ-જૂન ૧૯૩૫-‘હીરવિજ્યહૂરિ અને અકબર’, વિદ્યાવિજ્ય; ૯. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૧૦. ડિકૅટલૉગભાવિ; ૧૧. મુપુગૂહહૂચી; ૧૨. હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]