ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અખબારીશૈલી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અખબારીશૈલી, છાપાળવીશૈલી(Journalese)(Non Fiction) અખબારી-લેખનમાં રૂઢ થયેલી લેખનશૈલી. આ પ્રકારની લેખનશૈલીમાં અત્યંત લોકપ્રિય, ચવાઈ ગયેલા શબ્દપ્રયોગોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સંકુલ વિચારોના સરલીકરણ માટે નવા કામચલાઉ પ્રયોગો પ્રચારમાં મૂકવાનું વલણ પણ આવા લેખનમાં જોવા મળે છે. અખબારોમાં સમાચારોનાં મથાળાં માટે વપરાતી ભાષાશૈલી માટે headlines સંજ્ઞા પ્રયોજવામાં આવે છે. પ.ના.