ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અધવચાળ
Jump to navigation
Jump to search
અધવચાળ(In Medias Res : In the midst of things) : કથનનો પ્રારંભ કરવાની રીતિ. સમયાનુક્રમમાં રજૂ ન કરતાં એકદમ મહત્ત્વની ઘટનાથી કથાનો આરંભ કરવાની આ રીતિ પ્રભાવક બને છે. જેમકે ‘સરસ્વતીચન્દ્ર’નો પ્રારંભ સરસ્વતીચન્દ્રના ગૃહત્યાગ પછીની, સુવર્ણપુરના અતિથિ તરીકે પહોંચ્યાની મહત્ત્વની ઘટનાથી થયો છે.
ચં.ટો.