ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનધિશેષદોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અનધિશેષદોષ(Reductive Fallacy) : હેરલ્ડ બ્લૂમના મત પ્રમાણે અન્વયાન્તર દ્વારા કે અવેજી દ્વારા જ્યારે કૃતિને રજૂ કરવામાં આવે ત્યારે આ દોષ જન્મે છે. મૂળ કરતાં બહુ પ્રાથમિક ભાષામાં સમજૂતી આપવી અને એ સમજૂતી દ્વારા મૂળની અવેજી રચવાનો પ્રયત્ન કરવો એ ગંભીર હાનિ છે. ચં.ટો.