ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકાશભાષિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આકાશભાષિત : સંસ્કૃત નાટ્યશૈલીમાં વાચિક અભિનયની એક પ્રયુક્તિ. આના દ્વારા નાટ્યવસ્તુને આગળ ચલાવી શકાય છે અને સામાજિકને પૂર્વાપર ઘટનાઓના જ્ઞાનથી અવગત કરી શકાય છે. આ પ્રયુક્તિમાં રંગમંચ પર કોઈ માત્ર આકાશ તરફ મોં કરી પોતે પ્રશ્ન કરે છે : ‘શું કરો છો?’ અને ‘એમ?’ એ પ્રકારે સામાના શબ્દો પોતે બોલીને અન્ય પાત્રની ગેરહાજરીમાં સંવાદ ચલાવે છે. સંસ્કૃત નાટ્યપ્રકાર ‘ભાણ’નો નાયક આ યુક્તિનો ખાસ આશ્રય લે છે. ચં.ટો.