ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આવર્તવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આવર્તવાદ (Vorticism) : લેખક અને ચિત્રકાર વિન્ડહામ લૂઈ દ્વારા ૧૯૧૨માં શરૂ થયેલા આ આંદોલનના પ્રયોગ ઉપર તેનો પક્ષપાત અને સ્વરૂપ પરત્વેનો આગ્રહ સ્પષ્ટ હતો. આ આંદોલનની સાહિત્યિક મહત્તા નહીંવત્ છે પણ એઝરા પાઉન્ડે એમાં કલ્પનવાદનો વિકાસ જોયેલો. આમ જોઈએ તો આ ઘનતાવાદનો ફાંટો છે અને ભવિષ્યવાદ જોડે એનું નિકટનું સામ્ય છે. ગતિહીન અને ભૌમિતિક પરિમાણો એનાં લક્ષ્ય છે. યંત્રયુગની ગતિશીલ ઊર્જાને જો આ ઝુંબેશ પ્રશંસે છે, તો યંત્રના મહત્તાકરણને નિંદે છે. હકીકતમાં ઊમિમાઁધને જાકારો આપી એણે યંત્ર અને આધુનિક ઔધોગિક સભ્યતા સાથે અનુસન્ધાન કરાવી આપ્યું છે. ૧૯૨૦ પછી આ આંદોલનનો વેગ ઓસરી ગયો. ચં.ટો.