ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇતિવૃત્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઇતિવૃત્ત (Annals) : ઐતિહાસિક બનાવોનો સાલવાર તૈયાર કરાયેલો દસ્તાવેજ. આ પ્રકારનાં લખાણોમાં મૂળ ઘટનાસામગ્રીનો ઉપયોગ ઐતિહાસિક તવારીખ (Chronicles)ની સરખામણીમાં ઓછો થયો હોય છે, જેથી જે તે ઘટનાના દસ્તાવેજમાં વર્ણનશૈલીનો વિનિયોગ વિશેષ પ્રમાણમાં કરાયો હોય છે. હ.ત્રિ.