ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉદાધર્મસંપ્રદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉદાધર્મસંપ્રદાય : કબીરનો મતવાદ ગુજરાતમાં સત્યકબીર, નામકબીર, દાનકબીર, મંગલકબીર, હંસકબીર જેવી બારેક શાખાઓમાં વિભક્ત છે. એમાં એક શાખા ઉદાધર્મસંપ્રદાયની કે ઉદાસીકબીરની છે. સત્યકબીર જેવી ઉદારશાખાની સામે આ ઉદાસીકબીરની શાખા ખૂબ સંકુચિત, આચારચુસ્ત અને ખૂબ આભડછેટવાળી છે. અન્ય સંપ્રદાયના માણસો સાથે આ સંપ્રદાયના લોકો ચૂલાનો, વાસણનો કે પાણીના ઘડાનો વ્યવહાર કરતા નથી. શુચિતાવાદ એમનો મુખ્ય આધાર છે. ચં.ટો.