ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉપશિષ્ટ ભાષા
Jump to navigation
Jump to search
ઉપશિષ્ટ ભાષા (Slang/Slanguage) : સામાન્ય ભાષાનું વિશિષ્ટ સ્વરૂપ. સામાન્ય ભાષાથી એની ભિન્નતા શબ્દોના વિશિષ્ટ ઉપયોગમાં રહેલી છે. ઉપશિષ્ટ ભાષાના ઉચ્ચારણથી વ્યક્તિનો સામાજિક દરજ્જો નહિ, પણ તેનું સ્તર પારખી શકાય છે. ઉપશિષ્ટ ભાષાના ઘડતરમાં અર્થદ્યોતકની ઉત્કટતા મુખ્ય છે. એમાં રૂપક, લક્ષણાનો વિશેષ ઉપયોગ થાય છે. ગુજરાતી ભાષામાં ‘પોલ્સન’ – ખુશામદના અર્થમાં તથા ‘ઠનઠન ગોપાળ’ – ખાલીના અર્થમાં જાણીતા પ્રયોગો છે. વિદ્યાર્થીઓ, ચોરો, વેપારીઓ વગેરેનાં પોતાનાં વિશિષ્ટ જૂથોની બોલી પણ ઉપશિષ્ટ ભાષા જ છે. સાહિત્યમાં પાત્રાલેખન માટે કે સ્થળનું વાતાવરણ ઊભું કરવા માટે ઉપશિષ્ટ ભાષાનો ઉપયોગ થાય છે.
હ.ત્રિ.