ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઉભયમુખતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઉભયમુખતા, દ્વિર્ભાવ(Ambivalence) : એક જ વસ્તુ, વિચાર, ઘટના કે પાત્ર પરત્વે ઉદ્ભવતી બે વિરોધાભાસી ભાવસ્થિતિ, એક જ મુદ્દાને બે કે તેથી વધુ દૃષ્ટિકોણથી તપાસવાની વૃત્તિ. મૈત્રેયીદેવીની બંગાળી નવલકથાનું પાત્ર અમૃતા એક પ્રસંગે વર્તમાનમાંથી ઊંચકાઈને ૧૯૩૦ના તેના અનુભવમાં સરી પડે છે તે સ્થિતિને ભાવકના દૃષ્ટિકોણથી ઉમાશંકર જોશી આ રીતે મૂલવે છે : ‘(અહીં) હૃદયભાવની ઉભયમુખતા(ambivalence)નો પ્રભાવ કામ કરી જાય છે...’ [શબ્દની શક્તિ, પૃ. ૧૭૨] પ્રતીકરચનાની ચર્ચામાં, ‘કોઈકવાર પ્રતીક એકીસાથે અનેક વિભિન્ન અર્થોના કલાપને વિસ્તારે છે,’ એમ કહેતાં ભાવશબલતા(ambivalent attitudes)ને પ્રકટ કરવામાં એ સમર્થ સાધન બને છે, એવી પ્રતીકરચનાના સંદર્ભે પ્રકટ થતી ઉભયમુખતા(ambivalence)ની ચર્ચા થઈ છે. ‘(કિંચિત્. ‘સુરેશ જોષી’, પૃ. ૨૯, ૯૦) પ.ના.