ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કથાંશક્રમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કથાંશક્રમ (Syuzhet) : રશિયન સ્વરૂપવાદી ગદ્યકથાવિશ્લેષણમાં કથાંશસંખ્યા (Fabula) અને કથાંશક્રમ (Syuzhet) જેવી સંજ્ઞાઓના મૂળમાં પ્રત્યગ્રતાનો સંપ્રત્યય છે. કથાંશ-સંખ્યા કથાની ઘટનાઓનો કાલક્રમ જ નિર્દેશે છે, પરંતુ કથાકાર કથાને આકર્ષક બનાવવા બનેલી ઘટનાઓના ક્રમને પોતાની રીતે, અંગત રીતે ગોઠવે છે, એમાંની કાલાનુક્રમિકતાને એ તોડી નાખે છે. આ ક્રિયા દ્વારા કથા ધ્યાનપાત્ર બને છે એટલેકે કથાંશક્રમ અપરિચિતીકરણ કે પ્રત્યગ્રતા ઊભી કરે છે. ચં.ટો.