ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કબરકાવ્ય
Jump to navigation
Jump to search
કબરકાવ્ય (Epitaph) : મૃતાત્માની સ્મૃતિમાં એની કબર કે એના સ્મારક પર કોતરવાલાયક સાહિત્યિક સર્જન. આ લઘુ કરુણિકા છે. જેમકે મુકુલ ચોકસીનું રાવજી પટેલ પરનું કબરકાવ્ય : ‘આપ સારસ્વત હો/તો પણ આપને/સારી કવિતાઓ લખી / હો તે છતાં/સૌ પ્રથમ કુમળી/વયે મરવું પડે.’ ચં.ટો.