ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલશકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કલશકાવ્ય : મધ્યકાલીન રાસયુગમાં અપભ્રંશના ઉત્તરકાળમાં પ્રચલિત જૈનસાહિત્યનો આ ફાગુ અને ઊર્મિગીતની વચ્ચેનો ખંડ પાડ્યા વગરનો વર્ણનાત્મક સળંગ, જીવંત સુગેય કાવ્યપ્રકાર છે. તીર્થંકરનાં પાંચ કલ્યાણ ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને નિર્વાણમાંથી અહીં જન્મકલ્યાણની ઊજવણી અને અભિષેક કેન્દ્રમાં હોય છે. આથી આ પ્રકાર જન્માભિષેક કાવ્ય તરીકે પણ ઓળખાય છે. કાવ્યને અંતે ફલશ્રુતિ અને કવિનું નામ પણ આવે છે. આ પ્રકારમાં સૌથી નાનું પાંચ કડીનું કાવ્ય ‘સર્વજિનકલશ’ છે, તો સૌથી લાંબું ૨૯ કડીનું ‘મહાવીરકલશ’ છે. ચં.ટો.