ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિતાના ત્રણ સૂર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિતાના ત્રણ સૂર (Three voices of poetry) : ટી. એસ. એલિયટ પોતાના ‘કવિતાના ત્રણ સૂર’ નિબંધમાં ઊર્મિકાવ્ય અને મહાકાવ્યમાં વપરાતી કવિતાને અનુક્રમે ‘પહેલો સૂર’ અને ‘બીજો સૂર’ કહે છે, જ્યારે પદ્યનાટકમાં વપરાતી કવિતા માટે ‘ત્રીજો સૂર’ની સંજ્ઞા આપે છે. કવિતાનો આ ત્રીજો સૂર, જે નાટ્યકવિતા માટેનો છે તેને માટે બે પ્રકારના ગુણોની અપેક્ષા રાખે છે : નમનીયતા અને પારદશિર્તા. આવશ્યકતા પ્રમાણે વળી શકે તેવી ક્ષમતાવાળું હોય તથા એની પારદશિર્તા એવી હોય કે એ વાણીનાં લય અને ભંગી પ્રેક્ષકોના ચિત્તને કવેતાઈ લાગીને સભાન ન કરી મૂકે. તેથી પદ્યનો નાટકમાં વિનિયોગ સહજ લાગે. ભો.પ.