ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કારિકા અને વૃત્તિ


કારિકા અને વૃત્તિ : અલ્પઅક્ષરયુક્ત, અસંદિગ્ધ, સારગર્ભ, અનિંદ્ય અર્થને દર્શાવનાર કારિકામાં સિદ્ધાન્તનું સૂત્રરૂપમાં શ્લોકબદ્ધ પ્રતિપાદન થયું હોય છે. જ્યારે કારિકાના સમસ્ત સારભાગનું વિવરણ કરનાર ગદ્યવ્યાખ્યાને વૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. જેમકે ‘ધ્વન્યાલોક’માં કારિકા, વૃત્તિ અને ઉદાહરણ એમ ત્રણ અંગ છે. ચં.ટો.