ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કાલભેદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search



કાલભેદ (Anchrony) : આધુનિક કથનવિજ્ઞાનમાં વાર્તાની ઘટના કયા ક્રમમાં ઘટી અને કથાનકમાં એ કયા ક્રમમાં રજૂ કરવામાં આવી એ બે વચ્ચે ઊભો થતો કાલભેદ સૂચવાયો છે. કાલભેદના મૂળભૂત બે પ્રકાર છે : પીઠ ઝબકાર (Flash back) મને પૂર્વઝબકાર (Fore flash). ‘સરસ્વતીચંદ્ર’નો પ્રારંભ સરસ્વતીચંદ્રની સુવર્ણપુરમાં પ્રવેશવાની ઉત્તેજક ક્ષણથી થાય છે અને બહુ પછીથી એના ગૃહત્યાગાદિક પૂર્વવૃત્તાન્તને લેખકે રજૂ કર્યો છે. વાચકમાં રસ જન્માવવા માટેનું કાલભેદનું આ નોંધપાત્ર ઉદાહરણ છે. ચં.ટો.