ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/ક્રાન્તપરંપરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્રાન્તપરંપરા (Prophetic tradition) : કવિ અને પયગંબરને સાથે સાથે સાંકળવાની એક લાંબી પરંપરા છે. બંને દ્રષ્ટા છે, બંને પોતાની બહારથી આવતી પ્રેરણાના વાહકો છે. પયગંબર કવિતાની સઘન ભાષાત્મક તીવ્રતાથી સંદેશ આપે છે, કવિ પણ પયગંબર માફક વૈયક્તિક નિયતિ અને સમસ્ત પ્રવાહની નિયતિના મિલનબિંદુએ પહોંચવા મથે છે. કવિવ્યક્તિનું પ્રજાની નિયતિ સાથેનું આ તાદાત્મ્ય કાવ્યક્ષેત્રે પયગંબરી પરંપરા – ક્રાન્તપરંપરા – તરીકે ઓળખાય છે. ચં.ટો.