ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગીતકવિતા અને વીરકવિતા
Jump to navigation
Jump to search
ગીતકવિતા અને વીરકવિતા : નર્મદે ઊર્મિકાવ્ય કે ઊર્મિગીતને ગીતકવિતા તરીકે અને વીરસવિષયક કવિતાને વીરકવિતા તરીકે ઓળખાવી છે. વીરરસની કવિતાના ઉદાહરણ રૂપે એણે પ્રેમાનંદકૃત ‘ઓખાહરણ’ને આગળ કર્યું છે. પરંતુ નર્મદે ગેયત્વને માપદંડ તરીકે રાખ્યું હોવાથી એમાં કેટલીક અવ્યવસ્થા ઊભી થઈ છે. નવલરામે નર્મદે પાડેલા આ ભેદની ચર્ચા કરતાં ગીતકવિતાને ‘સંગીત કવિતા’ની સંજ્ઞા આપી છે અને એને સ્વાનુભવી કે અન્ત :સ્થિત (Subjective) કવિતા કહી છે. તો વીરકવિતાને નાટક અને વાર્તાની માફક બાહ્યસ્થિત (objective) સર્વાનુભવી કવિતા કહી છે. રમણભાઈ નીલકંઠે ગીતકવિતાને ‘રાગધ્વનિકાવ્ય’ જેવી સંજ્ઞા આપીને સ્વાનુભવરસિક કહી છે, જ્યારે વીરકવિતાને સર્વાનુભવરસિક કહી છે.
ચં.ટો.