ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચંપૂકાવ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ચંપૂકાવ્ય : સંસ્કૃતમાં શ્રાવ્યકાવ્યનો આ ભેદ છે, જેમાં ગદ્ય અને પદ્ય એમ મિશ્રશૈલીનો ઉપયોગ થયો હોય છે. આનો મૂળસ્રોત પુરાણ છે. આવી મિશ્ર શૈલી વૈદિક સાહિત્યમાં અને બૌદ્ધ જાતકોમાં પણ જોવા મળે છે. ગદ્યપદ્યમયી આ રચના ઉચ્છ્વાસોમાં વિભક્ત હોય છે અને એમાં મહાકાવ્યની જેમ આઠથી અધિક અને ખંડકાવ્યની જેમ આઠથી ઓછાં વિભાજન હોઈ શકે છે. વસ્તુવિવેચન નહિ પણ વર્ણનવિસ્તારને મહત્ત્વ આપતાં આ કાવ્યસ્વરૂપમાં નાયિકાનું હોવું આવશ્યક નથી અને નાયકોમાં દેવતા, ગંધર્વ, માનવ, પક્ષી, પશુ-માંથી કોઈપણ હોઈ શકે છે. પ્રાચીન આચાર્યોએ આ શ્રવ્યભેદનો ઉલ્લેખ કર્યો નથી પરંતુ વિશ્વનાથ ઇત્યાદિ પછીના આચાર્યોએ આનો ઉલ્લેખ કર્યો છે. દસમી સદી પછી પ્રચલિત થયેલું આ કાવ્યસ્વરૂપ દક્ષિણ ભારતમાં વિશેષ વિકસ્યું છે. આનો પ્રાચીનમાં પ્રાચીન નમૂનો દસમી સદીના ત્રિવિક્રમકૃત ‘નલચંપૂ’નો છે. ચં.ટો.