ટેલિમૅકસગ્રંથિ (Telemachus Complex) : પ્રાચીન બૌદ્ધિકોમાં પોતાનો વારસો શોધવાની વૃત્તિ. સંશોધનમાં બૌદ્ધિક વારસાને લક્ષમાં રાખી પૂર્વજોની પરંપરા સાથે અનુસન્ધાન કરતી ગ્રંથિ. આ અનુસન્ધાન દ્વારા સંશોધનમાં પોતાનાં તારણોનું સમર્થન મેળવવામાં આવે છે. ચં.ટો.