ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઠ/ઠઠ્ઠાચિત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઠઠ્ઠાચિત્ર (Caricature) : કોઈપણ પાત્રનું તેના વ્યક્તિત્વનાં સૌથી વધુ નોંધપાત્ર લક્ષણોની અતિશયોક્તિપૂર્ણ કે વિકૃત રજૂઆત કરતું શબ્દચિત્ર. એ સ્વતંત્ર લેખ સ્વરૂપે કે નાટક, નવલકથાના પાત્રવિશેષનું વર્ણન કરતા ભાગ રૂપે જોવા મળે છે. ઠઠ્ઠાચિત્રને પરિણામે નીપજતો હાસ્યરસ કટાક્ષપૂર્ણ કે વ્યંગાત્મક ન હોતાં હળવા પ્રકારનો હોય છે. હાસ્યનાટકોમાં આ પ્રકારનાં શબ્દચિત્રો વધુ પ્રમાણમાં જોવા મળે છે. કરુણરસપ્રધાન નાટકોમાં ઓછા મહત્ત્વનાં પાત્રો સંદર્ભે હળવા પ્રસંગનિરૂપણ(comic relief)માં આ પ્રવિધિ પ્રયોજવામાં આવે છે. જેમકે રમણભાઈ નીલકંઠકૃત નવલકથા ‘ભદ્રંભદ્રમાં ભદ્રંભદ્રનું પાત્ર. પ.ના.