ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દંતકથા, કિંવદન્તી
દંતકથા, કિંવદન્તી (Legend) : કોઈપણ વ્યક્તિ, ઘટના કે સ્થળ અંગેની કાલ્પનિક કથા, દંતકથા એ ઘણું લોકપ્રિય કથા-સ્વરૂપ છે. દંતકથા આગલી પેઢી પાસેથી એક પરંપરાગત વારસારૂપે પછીની પેઢીને મળે છે. અને એ પેઢી એને સત્ય તરીકે સ્વીકારી લે છે. આ કથાસ્વરૂપ પુરાકથા અને શુદ્ધ ઇતિહાસ વચ્ચેનું કથાસ્વરૂપ છે. લોકપ્રિય લોકનાયકો, સંતો, સેનાપતિઓ, રાજાઓ કે ક્રાન્તિકારો વિશે આવી દંતકથાઓ સમાજમાં પ્રચલિત થતી હોય છે. નરસિંહ, પ્રેમાનંદ જેવા કવિઓ વિશેની દંતકથાઓ જાણીતી છે.
પ.ના.