ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દીપક



દીપક : સાદૃશ્યમૂલક અલંકાર. પ્રકૃત અને અપ્રકૃત વિષયોના ધર્મનો એક જ વાર ઉલ્લેખ થાય ત્યારે દીપક અલંકારનો પહેલો પ્રકાર જ્યારે એક જ કારકને અનેક ક્રિયાઓ સાથે સાંકળી લેવામાં આવે ત્યારે દીપકનો બીજો પ્રકાર સંભવે. જેમકે ‘મદથી શોભતો હાથી અને રાજા પ્રતાપથી’ જ.દ.