ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દૂરદર્શન

From Ekatra Wiki
Jump to navigation Jump to search



દૂરદર્શન (Television) : રેડિયો તરંગો દ્વારા એક સ્થળે કૅમેરામાં ઝડપાયેલા દૃશ્યને દૂરનાં સ્થળો સુધી પહોંચાડવાની પ્રક્રિયા દૂરદર્શનની વિભાવનાના પાયામાં રહેલી છે. વિશ્વના બધા જ દેશોમાં એક મહત્ત્વના સમૂહમાધ્યમ તરીકે દૂરદર્શનનો વિકાસ થયો. છે. મુદ્રણકલા અને ફિલ્મની શોધ બાદ દૂરદર્શન એ એવી મહત્ત્વની શોધ છે જેનો સાહિત્ય અને કલા ઉપર વિશેષ પ્રભાવ પડ્યો છે. દૂરદર્શન માટે લખાતાં નાટકો તથા ચલચિત્રો સાહિત્યના એક મહત્ત્વના સ્વરૂપ તરીકે વિકસી રહ્યાં છે. પ.ના.