ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


નિચય(Digest) : પુસ્તકોના કે લેખોના સંક્ષેપોને સમાવતા પ્રકાશન યા પુસ્તકને આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. ખાસ કરીને આધુનિક યુગમાં સમયની ખેંચ વર્તાતી હોય ત્યારે આ પ્રકારનું પ્રકાશન ઓછા શ્રમે વાચકને મહત્ત્વની સામગ્રી અવગત કરાવી શકે છે. ચં.ટો.