ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પંક્તિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પંક્તિ (Line) : પદ્યની લયાત્મક સંરચનાના એકમ તરીકે પંક્તિને ઓળખી શકાય. એની લંબાઈ અને એના લયથી વાચન અને કાવ્યની ગતિ સમતુલિત થાય છે. છાંદસરચનામાં પંક્તિ વૃત્તમેળથી, અક્ષરમેળથી કે લયમેળથી નિયંત્રિત થતી હોય છે; જ્યારે અછાંદસરચનામાં અનુભવની વિશિષ્ટ અભિવ્યક્તિ પર આધારિત વાતચીત, વાક્યવિન્યાસ, ઉચ્ચાર, વાગ્મિતા, કલ્પન કે વિચારએકમો દ્વારા પંક્તિઓ બંધાતી હોય છે. ચ.ટો.