ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદલોપ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદલોપ (Ellipsis) : વાક્યની સંપૂર્ણ અર્થપ્રાપ્તિ માટે જરૂરી એવો શબ્દ કે એવા શબ્દસમૂહનો લોપ. જેમકે, મેઘનાદ ભટ્ટના ‘અસહાય’ કાવ્યની પંક્તિઓ જુઓ : ‘મારી અસહાયતા એટલી તો અસીમ છે કે / માના ગર્ભમાં નવ નવ માસનો કારાવાસ વેઠી /સ્વતંત્રતાનો શ્વાસ લીધો ત્યારે મારી મેળે હું રડી પણ શક્યો નહિ. – એથી જ – કદાચ...’ ચં.ટો.