ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પદાર્થપરક દોષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદાર્થપરક દોષ (Objective Fallacy) : સાહિત્યકૃતિને પદાર્થ માનવાના દોષને પદાર્થપરક દોષ તરીકે અર્લ માઈનરે ઓળખાવ્યો છે. અર્લ માઈનરનું માનવું છે કે મગજની ક્રિયાનાં વીજાણુરાસાયણિક તત્ત્વોના ભૌતિક અસ્તિત્વ પર આધારિત ભાવકના અવબોધ કાર્યમાં સાહિત્ય હયાતી ધરાવે છે. અર્લ માઈનર સાહિત્યકૃતિને અવબોધકાર્ય સાથે અને માનવમનની ક્રિયાઓ સાથે સઘન રીતે સાંકળે છે. ચં.ટો.