ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિણામ વિરુદ્ધ પ્રક્રિયા (Product vs Process) : અહીં કાવ્યની દ્વિવિધ પ્રકૃતિનો અને સાંપ્રત કાવ્યશાસ્ત્રના બે વિરોધી સંપ્રદાયોનો નિર્દેશ છે. એક તરફ કાવ્ય પરિણામ છે, કલાવસ્તુ છે તો બીજી તરફ કાવ્ય એ કવિની સર્જનપ્રક્રિયાનો અને શોધનો આલેખ છે. કેટલાક વિવેચકો માને છે કે કાવ્યવાચન કાવ્યને અને સંઘટનપ્રક્રિયાને પુન : સર્જે છે. ટૂંકમાં, એક સંપ્રદાયને કાવ્યપરિણામમાં રસ છે, તો એનાથી વિરુદ્ધ અન્ય સંપ્રદાયને કાવ્યપ્રક્રિયામાં રસ છે. ચં.ટો.