ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિપ્રેક્ષ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિપ્રેક્ષ્ય (Perspective) : મૂળ લેટિન ભાષામાં આ સંજ્ઞા આંતરદૃષ્ટિના અર્થમાં પ્રયોજાય છે. સાહિત્યના વિશેષ સંદર્ભમાં તે લેખકની કૃતિ અથવા સમગ્ર સાહિત્યસર્જનના અનુસન્ધાનમાં વ્યક્ત થતી દૃષ્ટિ, દર્શનના અર્થમાં ઉપયોગમાં લેવાય છે. લેખકના પરિપ્રેક્ષ્ય(Perspective)ની અભિવ્યક્તિ કૃતિમાં નિરૂપાતી ક્રિયા(Action), વિચારો(Ideas) તેમજ પાત્રાલેખન(Characterisation) દ્વારા થાય છે. પ.ના.