ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિસરનવલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પરિસરનવલ (Campus Novel) : શિક્ષણસંસ્થા કે યુનિવર્સિટીના પરિસરજગતમાં વિકસતી હાસ્યપૂર્ણ કે વ્યંગપૂર્ણ નવલકથા. એમાં શિક્ષણજગતની ક્ષતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ પ્રકારની ઘણી નવલકથાઓ કૉલેજ દિવસોની અતીતઝંખાને તીવ્ર કરતી હોય છે. ગુજરાતીમાં રઘુવીર ચૌધરીની ‘એકલવ્ય’(૧૯૬૭) કે જયંત ગાડીતની ‘આવૃત્ત’(૧૯૬૯) આ પ્રકારની નવલકથાઓ છે. ચં.ટો.