ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂર્વઝબકાર
Jump to navigation
Jump to search
પૂર્વઝબકાર (Flash Forward) : નાટકમાં, ચલચિત્રમાં કે કથાસ્વરૂપમાં વપરાતી આ રચનારીતિ કથનની કેવળ રૈખિક ગતિને તોડી નાખે છે અને કથનના વર્તમાનકાળમાં ભવિષ્યની ઘટનાનો પ્રવેશ આપે છે. એનું લક્ષ્ય વર્તમાનની ક્ષણ પર કાર્યરત પરિબળો કઈ દિશામાં ફંટાશે એની પૂર્વઅપેક્ષા ઊભી કરી સંવેદનને સઘન બનાવવાનું છે.
ચં.ટો.