ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પૂર્વરંગ


પૂર્વરંગ : નાટ્યપ્રસ્તુતિને પહેલાં રંગવિઘ્નની ઉપશાન્તિ માટે નટસમૂહ જે કંઈ કરતા તે પૂર્વરંગ. ભરતે નાટ્યશાસ્ત્રમાં પૂર્વરંગનું ૧૯ અંગોમાં વિસ્તારથી વર્ણન કર્યું છે અને એના બે વિભાગ પાડ્યા છે. પડદો ઊઠતાં પહેલાં ૯ વિધિ અને પડદો ઊઠ્યા પછી ૧૦ વિધિ એમાં બતાવ્યા છે. વાદન ગાયન અભિનય માટેની સમગ્ર તૈયારી નેપથ્યમાં રંગમંચની પાછળ પડદામાં – ચાલતી. આ પછી પૂર્વરંગસંબંધી અભિનય આરંભ થતો. સૂત્રધારનો પ્રવેશ, એનું રંગમંચ પર ઘૂમવું, નાન્દી દ્વારા દેવતા, બ્રાહ્મણ, રાજાને આશીર્વાદ વગેરે. છેવટે વસ્તુનિર્દેશ સાથે પ્રરોચના આગળ અટકતું. આ લાંબો વિધિ પછી સમય જતાં કંટાળાજનક બનતાં ટૂંકાવાતો ગયો; અને પૂર્વરંગનાં બધાં અંગો લોપ થઈ કેવળ નાન્દી અંગ જ શેષમાં રહ્યું. વિઘ્નોપશાન્તિ માટે નાન્દીપ્રયોગ આવશ્યક ગણો. આથી ઘણાંબધા સંસ્કૃત નાટકોમાં નાન્દ્ર શબ્દ લખાય છે. અને નાન્દી બાદ સત્તાધાર દ્વાવેશ કરે છે. પૂર્વરંગ અને નાન્દીપાઠની દ્વાચીન પરંપરા લોકનાટકોમાં જળવાયેલી મળી આવે છે. ચં.ટો.