ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પોત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પોત (Texture) : સાહિત્ય કે સંગીતમાં અખંડના જુદા તંતુઓને જોડવાની રીતિ દ્વારા ઉત્પન્ન થતો સંરચનાત્મક પ્રભાવ. છંદ વિશે વાત કરતાં ક્રો રૅન્સમ, છંદની તરેહ કે સંરચનામાં થતાં વિચરણો (Variations)નો નિર્દેશ કરવા આ સંજ્ઞા પ્રયોજે છે. ચં.ટો.