ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતીપ
Jump to navigation
Jump to search
પ્રતીપ : પ્રતીપ અલંકારના બે પ્રકાર છે : પ્રસિદ્ધ ઉપમાનની જ્યારે નિંદા (આક્ષેપ) કરવામાં આવે છે ત્યારે પ્રતીપનો પહેલો પ્રકાર અને ઉપમાનની નિંદા કરવા માટે જ જ્યારે એને ઉપમેયનું સ્થાન આપવામાં આવે છે ત્યારે પ્રતીપનો બીજો પ્રકાર થાય છે. જેમકે “આ રાજાનું સર્જન કર્યા પછી વિધાતાએ ચંદ્ર, સૂર્ય, ચિંતામણિ વગેરેનું સર્જન શા માટે કર્યું હશે?” અર્થાત્ આ સઘળાં પ્રસિદ્ધ ઉપમાનો નિરર્થક છે.
જ.દ.