ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેમાનંદ સાહિત્યસભા
Jump to navigation
Jump to search
પ્રેમાનંદ સાહિત્યસભા : ગુજરાતી ભાષા-સાહિત્યની ઉન્નતિના ઉમદા હેતુથી ૧૯૧૬માં વડોદરામાં સ્થપાયેલી ‘વડોદરાસાહિત્યસભા ૧૯૪૪માં ‘પ્રેમાનંદ સાહિત્યસભા’ નામ ધારણ કરે છે. સાહિત્યોપયોગી, જ્ઞાનવર્ધક વ્યાખ્યાનો, સાહિત્ય તેમજ તેની સહધર્મી અન્ય લલિતકલાઓને પોષક બનતા ઉત્સવો, સાહિત્યિક ગ્રન્થોનું પ્રકાશન તથા સાહિત્યકારોની જન્મજયંતીઓની ઉજવણી જેવી પ્રવૃત્તિઓ કરતી આ સંસ્થાએ ‘સાહિત્યકાર’ નામ ધરાવતું મુખપત્ર પ્રકાશિત કર્યું છે. આ સિવાય પણ વિદેહ સાહિત્યકારો વિશેનાં પુસ્તકોનું પ્રકાશન પણ સંસ્થાનું એક કાર્ય રહેલું છે. ર.ર.દ.