ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોધપ્રધાન
Jump to navigation
Jump to search
બોધપ્રધાન (Didactic) : ઉપદેશ, બોધ, શિક્ષણ વગેરે જેનો હેતુ છે તે. મધ્યકાલીન સાહિત્ય સર્જનમાં આ પ્રકારનું બોધપ્રાધાન્ય વિશેષ જોવા મળતું. સાહિત્યકારોનો મુખ્ય ઉદ્દેશ જ સમાજશિક્ષણનો હતો. ભક્તિસાહિત્ય, બાળસાહિત્ય વગેરે આથી જ બોધ પ્રધાન જોવા મળે છે. હિતોપદેશ, પંચતંત્ર આદિ બોધપ્રધાનસાહિત્યનાં ઉદાહરણો છે.
હ.ત્રિ.