ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભાવદર્શનરીતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભાવદર્શનરીતિ : રમણભાઈ નીલકંઠે ‘કવિતા અને સાહિત્ય’ ભાગ-૧માં કાવ્યરીતિની ચર્ચા કરતાં સ્પષ્ટ કર્યું છે કે શબ્દરીતિ અને વાક્યરીતિ એ બંનેથી જુદી જ, એ બંનેને ગૌણતામાં નાખી ઉત્તમ રૂપે રહેલી બીજી ખરેખર કાવ્યરીતિ છે. આ રીતિને એમણે ‘ભાવદર્શનરીતિ’ સંજ્ઞા આપી છે. શબ્દમાં ભાવનો ક્રમશ : ઉલ્લાસ, કડીઓમાં ઉત્તરોત્તર ભાવનો વેગ અને સર્વ કડીઓ મળી એક અદ્ભુત કલા – એ પ્રકારે ‘ભાવદર્શન રીતિ’ને જોઈ શકાય છે. આ પછી રમણભાઈ ઉમેરે છે કે ભાવદર્શનની રીતિ સર્વ કવિઓમાં એની એ જ નથી હોતી. કુશળ કવિને પોતાની એકથી વધારે રીતિ હોય છે. કેટલાક કવિની શક્તિ એવી વિરલ હોય છે કે તે જે રીતિ અનુસરે તેમાં તેનું કૌશલ સંપૂર્ણ જણાય છે. ચં.ટો.