ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભિન્નવિશ્વ સિદ્ધાન્ત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભિન્નવિશ્વ સિદ્ધાન્ત(Heterocosm theory) : અનુકરણના સિદ્ધાન્તની સામેનો સાહિત્યસિદ્ધાન્ત. કાવ્યના જગતથી અનુભવનું વાસ્તવ જગત જુદું છે એમ આ સિદ્ધાન્તની દૃઢ માન્યતા છે અને આથી એ કાલ્પનિક રીતે પ્રક્ષિપ્ત જગતની ફરતે દૃઢ સીમાઓ બાંધે છે. ચં.ટો.