ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મનુસ્મૃતિ
Jump to navigation
Jump to search
મનિપિયન વ્યંગકલા (Menippean satire) : આના પ્રવર્તક મનિપસ પરથી ઊતરી આવેલી સંજ્ઞા. ગદ્યપદ્યના મિશ્રિત સ્વરૂપમાં મનુષ્યની મૂર્ખામીઓને હસતી એની કૃતિઓનું વેરોએ અને પછી લૂશને અનુકરણ કરેલું. આ પછી બૌદ્ધિક અભિવૃત્તિઓ અને તત્ત્વનિષ્ઠ ચેષ્ટાઓને સંવાદો અને ચર્ચાઓ દ્વારા હસી નાખતું આ સ્વરૂપ અનેક ઉદાહરણોમાં આગળ વધ્યું છે. મિખાઈલ બખ્તિને એના સંવાદપરક ભાષાસિદ્ધાંત માટે ‘કાર્નિવલ’ની સાથેસાથે ‘મનિપિયન વ્યંગકલા’ને પણ ખપમાં લીધી છે.
ચં.ટો.